Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : video: ED's major action in money laundering case related to TMC's funding

video: ટીએમસીના ફંડિંગ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 09 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

EDએ તૃણમૂલ કોંગ્રેસની ફંડિંગ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. EDએ પાર્ટીના ત્રણ બેંક ખાતા ફ્રીઝ કર્યા છે, જેમાં અંદાજે 440 કરોડ રૂપિયા જમા હોવાનું જણાવાયું છે. તપાસ દરમિયાન એવા નાણાકીય વ્યવહારો સામે આવ્યા હોવાનું EDનું કહેવું છે, જેના આધારે પાર્ટીના નાણાંથી એક લક્ઝરી બિઝનેસ જેટ અને એક VIP હેલિકોપ્ટર ખરીદાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. બાદમાં આ જ વિમાનો ભાડે લઈને ઉપયોગમાં લેવાયા હોવાનો પણ આરોપ છે. કોલકાતાની કેરવેલ એવિએશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પર દરોડા બાદ આ મામલો સામે આવ્યો છે. EDના જણાવ્યા અનુસાર એપ્રિલ 2023થી જૂન 2026 દરમિયાન TMCના ખાતાઓમાંથી આશરે 160 કરોડ રૂપિયા આ કંપનીને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જેમાંથી 82.96 કરોડ રૂપિયા અન્ય નવી કંપનીમાં મોકલાયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જોકે, આ તમામ આરોપોની તપાસ ચાલુ છે અને અંતિમ સત્ય કોર્ટ તથા તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

App Store