Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : Vidoe/ Gas leakage after tanker overturns on Shamlaji highway: Traffic jam till Bichhiwada

Vidoe/ શામળાજી-રાજસ્થાન હાઈવે પર ટેન્કર પલટી જતાં ગેસ લીકેજ: બીછીવાડા સુધી કલાકો સુધી ટ્રાફિક જામ

Timeછેલ્લું અપડેટ : 10 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

શામળાજી: અરવલ્લી જિલ્લાના શામળાજી-રાજસ્થાન હાઈવે પર આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. રાજસ્થાનના બીછીવાડા નજીક કેમિકલ ભરેલું એક ટેન્કર પલટી જતાં તેમાંથી ગેસ જેવું કેમિકલ લીક થવા લાગ્યું હતું. આ ઘટનાને પગલે સુરક્ષાના ભાગરૂપે હાઈવે પરનો ટ્રાફિક અટકાવી દેવામાં આવતા હજારો વાહનચાલકો અટવાયા હતા.

App Store

કેમિકલના ફુવારા ઉડતા ભયનો માહોલ

મળતી માહિતી મુજબ, ટેન્કર પલટી ગયા બાદ તેમાંથી સફેદ ગેસ જેવા કેમિકલના ફુવારા ઉડવાનું શરૂ થયું હતું. રસ્તા પર કેમિકલના ગોટેગોટા દેખાતા વાહનચાલકો અને સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. કોઈ મોટી હોનારત ન સર્જાય તે હેતુથી રાજસ્થાન અને ગુજરાત પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે બંને તરફનો ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો.

બીછીવાડાથી શામળાજી સુધી વાહનોની કતારો

ટ્રાફિક રોકી દેવાતા રાજસ્થાનના બીછીવાડાથી લઈને છેક ગુજરાતના શામળાજી સુધી હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી હતી. ખાસ કરીને માલવાહક ટ્રકો અને લાંબા અંતરની બસો કલાકો સુધી રસ્તા પર ઉભી રહી ગઈ હતી. મુસાફરોને વહેલી સવારમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વહેલી પરોઢે ટ્રાફિક પૂર્વવત

ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરો અને નિષ્ણાંતોની ટીમ સ્થળ પર પહોંચી હતી. કેમિકલ લીકેજને કાબૂમાં લીધા બાદ ક્રેનની મદદથી ટેન્કરને રોડ પરથી હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. વહેલી પરોઢે હાઈવે પરથી ટેન્કર હટાવી લેવામાં આવતા અને માર્ગ સુરક્ષિત જાહેર કરાતા પોલીસે ધીમે-ધીમે ટ્રાફિક ખુલ્લો કર્યો હતો, જેનાથી વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.