VIDEO: ત્રિપુરામાં ચૂંટણી બાદ હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે મુખ્યમંત્રી માણિક સાહા
સોર્સ : gstv
ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ સિપાહિજલા અને દક્ષિણ ત્રિપુરા જિલ્લાઓમાં મતદાન પછી હિંસાથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી.ચૂંટણી બાદ આ વિસ્તારમાં ઘર્ષણ અને હિંસાનો બનાવ બન્યો હતો.જેમાં કેટલાક ઘરોને પણ નુકસાન થયું હતુ..આ વિસ્તારમાં ભાજપના કાર્યાલયમાં પણ તોડફોડ કરવામાં આવી..ચૂંટણીઓ દરમિયાન અલગ અલગ જગ્યાએ બનેલી ઘર્ષણની ઘટનાએ રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યાં છે.આ વિસ્તારમાં પહોંચેલા મુખ્યમંત્રીને સ્થાનિકોએ આપવિતી જણાવી હતી. સંઘર્ષની ઘટના બાદ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને સ્થિતિ નિયંત્રણમાં છે.

