VIDEO: રૂદ્રપ્રયાગમાં મોડી રાત્રે ભૂસ્ખલનમાં 4 લોકોના મોત, ત્રિપુરામાં 5 દિવસમાં પૂરથી 17 લાખ લોકો અસરગ્રસ્ત

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ગત મોડી રાતે ભારે વરસાદને પગલે 4 લોકો કાટમાળમાં દટાઈ ગયાની ચકચાર મચાવતી ઘટના બની હતી. મૂશળધાર વરસાદને પગલે પર્વતો પરથી ભારે ભૂસ્ખલન થતાં આ ઘટના બની હતી. ચાર લોકો તેની લપેટમાં આવી ગયા હતા.
રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે
રેસ્ક્યૂ ટીમના અધિકારીઓના અહેવાલ અનુસાર મોડી રાતે લગભગ 1:30 વાગ્યાના સુમારે હેલીપેડ સામે જ ખાટ ગડેરે નજીક કાટમાળ ધસ્યો હોવાની જાણકારી મળી હતી. જેમાં ચાર લોકો દટાઈ ગયા હતા. અમારી ટીમ હાલમાં રેસ્ક્યૂ અભિયાન ચલાવીને તેમને શોધવાનો પ્રયાસ કરી રહી છે. અમુક મીડિયા અહેવાલોમાં આ ચારેય લોકો મૃત્યુ પામી ગયાનો દાવો પણ કરાયો છે.
ઉત્તરપૂર્વીય રાજ્ય ત્રિપુરામાં છેલ્લા 5 દિવસમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે 17 લાખ લોકો પ્રભાવિત થયા છે. 22 લોકોના મોત થયા છે. 450 રાહત શિબિરોમાં 65 હજાર લોકો છે.
ઉત્તર પ્રદેશના 10 જિલ્લાના 80થી વધુ ગામો પૂરથી પ્રભાવિત છે. બલિયામાં ગંગા અને બારાબંકીમાં ઘાઘરા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.

