VIDEO:શ્રી વેંકટેશ્વર સ્વામીના ચરણોમાં નમ્યા ડી.કે. શિવકુમાર
કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે આજે આંધ્રપ્રદેશના તિરુપતિ ખાતે સ્થિત પ્રસિદ્ધ શ્

કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે આજે આંધ્રપ્રદેશના તિરુપતિ ખાતે સ્થિત પ્રસિદ્ધ શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં દર્શન કરી વિશેષ પૂજા-અર્ચના કરી હતી. તિરુમાલા પહોંચતા જ મંદિર ટ્રસ્ટના અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શિવકુમારે ગર્ભગૃહમાં ભગવાનના આશીર્વાદ લીધા હતા અને દેશની શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મંદિરમાં દર્શન બાદ તેમણે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે આશીર્વાદ મેળવ્યા હતા. તેમની આ મુલાકાત દરમિયાન સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખવામાં આવી હતી. ડી.કે. શિવકુમાર અવારનવાર ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા હોય છે, જેને લઈને ભક્તો અને રાજકીય વર્તુળોમાં આ મુલાકાત ચર્ચાનો વિષય બની હતી.




