VIDEO: કેરળમાં પરિણામ પહેલા જ મોટા સંકેત? સીએમ પિનરાઈ વિજયને સોશિયલ મીડિયા બાયોમાંથી 'મુખ્યમંત્રી' શબ્દ હટાવ્યો
સોર્સ : GSTV
VIDEO: કેરળ વિધાનસભા ચૂંટણીનું સોમવારે પરિણામ પરિણામ જાહેર થાય તે પહેલા રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પોતાના સોશિયલ મીડિયા બાયોમાંથી ‘મુખ્યમંત્રી’ શબ્દ હટાવી દેતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
વિજયને સત્તા પરિવર્તનના સંભવિત સંકેત આપ્યા હોયો, તેવી રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હવે તેમના બાયોમાં ‘પોલિત બ્યુરો સભ્ય, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી’ લખેલું જોવા મળ્યુ છે.સીએમ પિનરાઈ વિજયનના સોશિયલ મિડિયા પર બાયોમાં કરાયેલા અપડેટથી અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. . કેટલાક લોકો આ ફેરફારને રાજકીય સંદેશ માની રહ્યા છે, તો કેટલાક લોકો તેને સામાન્ય બાબત કહી રહ્યા છે.

