Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : Anand: No notes in Devayat Khawad's wallet, gold and silver foil shower! VIDEO VIRAL

આણંદ: દેવાયત ખાવડના ડાયરામાં નોટો નહીં, સોના-ચાંદીના વરખનો વરસાદ! VIDEO VIRAL

Timeછેલ્લું અપડેટ : 03 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાત તેના લોક સાહિત્ય અને ભક્તિભાવ માટે જાણીતું છે, પરંતુ આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના નગરા ગામે એક એવી ઘટના બની છે જેણે સૌને ચોંકાવી દીધા છે. નગરા ગામે ડાંગર સમાજ દ્વારા માતાજીના મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો. આ ધાર્મિક પ્રસંગની ઉજવણીમાં લોક ડાયરાનું આયોજન કરાયું હતું, જેમાં પ્રખ્યાત લોક ગાયક દેવાયત ખાવડ ઉપસ્થિત રહ્યા હતા.

App Store

સોના-ચાંદીના વરખવાળી નોટોનો વરસાદ
સામાન્ય રીતે લોક ડાયરામાં રોકડ નોટોનો વરસાદ કે ઘોળ થતી જોવા મળતી હોય છે, પરંતુ અહીં ભક્તોના ઉત્સાહે સીમા વટાવી હતી. કાર્યક્રમ દરમિયાન દેવાયત ખાવડ પર સોના-ચાંદીના વરખવાળી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. કલાકાર જ્યારે ભક્તિ અને શૌર્યના ગીતો લલકારી રહ્યા હતા, ત્યારે લોકોએ સોના-ચાંદીના વરખ મઢેલી નોટોથી ઘોળ કરી હતી.

સોશિયલ મીડિયામાં VIDEO VIRAL
આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કલાકાર પર ચારેબાજુથી ચમકતી સોના-ચાંદીની નોટો ઉડાવવામાં આવી રહી છે. ડાંગર સમાજ દ્વારા આયોજિત આ મહોત્સવમાં ભક્તોનો અતૂટ શ્રદ્ધાભાવ અને અતુલ્ય સંપત્તિનું પ્રદર્શન જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.