VIDEO: દિલ્હીમાં ફરી એકવાર બંગલા પોલિટિક્સ ગરમાયું, ભાજપના નેતાના કેજરીવાલ પર ગંભીર આક્ષેપો
દિલ્હીના રાજકારણમાં ફરી એકવાર બંગલા પોલિટિક્સ ગરમાયું છે. ભાજપના નેતા પ્રવેશ વર્માએ અરવિંદ કેજરીવાલના નવા આવાસને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે, જેની સામે આમ આદમી પાર્ટીએ પણ વળતો પ્રહાર કર્યો છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર પોતાના નિવાસસ્થાનને લઈને વિવાદોમાં ઘેરાયા છે.
ભાજપના નેતા પ્રવેશ વર્માએ આક્ષેપ કર્યો છે કે, સાદગીનો દાવો કરનારા કેજરીવાલ હવે દિલ્હીના સૌથી મોંઘા વિસ્તાર 94 અને 95 લોધી એસ્ટેટમાં શિફ્ટ થઈ ગયા છે. પ્રવેશ વર્માએ કટાક્ષ કરતા કહ્યું કે, આમ આદમી પાર્ટીનું નામ હવે આલીશાન આદમી પાર્ટી હોવું જોઈએ. પ્રવેશ વર્માએ આરોપ લગાવ્યો કે, જ્યારે દિલ્હી કોરોના સામે ઝઝૂમી રહ્યું હતું, ત્યારે પણ કેજરીવાલના શીશમહેલનું કામ એક દિવસ માટે પણ અટક્યું નહોતું. તેમણે સવાલ કર્યો કે આ બંગલાના રિનોવેશનમાં કેટલા પૈસા ખર્ચાયા અને તે કોના હતા.

