VIDEO: અન્ના હજારેએ રાઘવ ચઢ્ઢા સહિત અન્ય નેતાઓની કરી આકરી ટીકા, કહ્યું દેશ પક્ષોથી નહીં પણ બંધારણીય મૂલ્યોથી ચાલે
સોર્સ : gstv
રાજકીય ક્ષેત્રે ચાલી રહેલી પક્ષાંતરની ગતિવિધિઓ વચ્ચે સામાજિક કાર્યકર અન્ના હજારેએ આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત અન્ય નેતાઓના ભાજપમાં જોડાવાના નિર્ણયની આકરી ટીકા કરી છે. અન્ના હજારેએ પક્ષપલટાને અનૈતિક ગણાવતા કહ્યું કે, પોતાના વ્યક્તિગત સ્વાર્થ ખાતર એક પક્ષ છોડી બીજા પક્ષમાં જવું તે લોકશાહી માટે યોગ્ય નથી.
તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું કે, ભારતીય બંધારણમાં કોઈ ચોક્કસ રાજકીય પક્ષનો ઉલ્લેખ નથી અને વાસ્તવમાં દેશ પક્ષોથી નહીં પણ બંધારણીય મૂલ્યોથી ચાલે છે. અન્ના હજારેના આ નિવેદને રાજકીય જગતમાં નવી ચર્ચા જગાવી છે, જેમાં તેમણે સત્તાની લાલસાને બદલે દેશહિતને પ્રાધાન્ય આપવાની શીખ આપી છે.

