VIDEO: વંદે ભારત એક્સપ્રેસ: મથુરા-નાગદા સેક્શન પર ૧૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે સફળ ટ્રાયલ પૂર્ણ
સોર્સ : gstv
ભારતીય રેલવેની અત્યાધુનિક સ્વદેશી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેને મથુરા-નાગદા સેક્શન પર ૧૮૦ કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપ સાથે પોતાનું હાઈ-સ્પીડ ટ્રાયલ સફળતાપૂર્વક પૂરું કર્યું છે. પંજાબના કપૂરથલા સ્થિત રેલ કોચ ફેક્ટરીમાં નિર્મિત આ ૧૬-કોચવાળી પ્રથમ ચેર કાર ટ્રેન-સેટ છે, જેનું આ પરીક્ષણ વેસ્ટ સેન્ટ્રલ રેલવેના કોટા ડિવિઝન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. આ ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે ૩૬૦-ડિગ્રી રોટેટિંગ સીટો, ઝીરો-ડિસ્ચાર્જ બાયો-વેક્યૂમ ટોયલેટ અને દિવ્યાંગો માટે વિશેષ શૌચાલય ઉપલબ્ધ છે. વ્યાપક સુવિધાઓથી સજ્જ આ ટ્રેન ભારતીય રેલવેની ટેકનોલોજીકલ પ્રગતિનું ઉત્તમ ઉદાહરણ છે.

