VIDEO: મુંબઈ-અમદાવાદ હાઈવે પર ચારોટી ફ્લાયઓવર પાસે 600 કિલો ચાંદી ભરેલી વાન પલટાઈ, અકસ્માતમાં 2 લોકો ઘાયલ
સોર્સ : GSTV
મુંબઈ-અમદાવાદ હાઈવે પર ચારોટી ફ્લાયઓવર પાસે એક વાનને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. પરંતુ આ અકસ્માતે બધાના હોશ ઉડાવી દીધા છે. અકસ્માતગ્રસ્ત વાનમાંથી અધધ 600 કિલો ચાંદીની ઇંટો મળી આવી છે, જેની બજાર કિંમત 17 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે.ઘટનાની જાણ થતાં જ ચારોટી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે કે આ ચાંદી મુંબઈની નાકોડા બુલિયન કંપનીમાંથી વલસાડના વાપી ખાતે આવેલી મોદી સન્સ લિમિટેડમાં મોકલવામાં આવી રહી હતી. આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે.

