Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : A massive fire broke out in a parking lot near Delhi's Shahdara railway line

VIDEO: દિલ્હીના શાહદરા રેલ્વે લાઈન પાસે પાર્કિંગમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી

Timeછેલ્લું અપડેટ : 16 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દિલ્હીના શાહદરા રેલ્વે લાઇન પાસે આવેલી બિહારી કોલોની પાર્કિંગમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં પાર્કિંગમાં ઉભેલા અનેક વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. જેના કારણે વાહન માલિકોને મોટું આર્થિક નુકસાન થયું છે. આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ સ્થળ પર દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ અનેક કાર અને મોટરસાઈકલ બળીને ખાખ થઈ ગયા છે. પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે. જોકે પોલીસ અને સંબંધિત વિભાગ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.

App Store