Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Body of 14-year-old girl found in locked room in Bhorgarh, Delhi

VIDEO: દિલ્હીના ભોરગઢમાં બંધ રૂમમાંથી મળ્યો 14 વર્ષની સગીરાનો મૃતદેહ,  પોલીસ અને ફોરેન્સિક ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી

Timeછેલ્લું અપડેટ : 16 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દેશની રાજધાની દિલ્હીના ભોરગઢ વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. અહીં એનઆઈએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક સોસાયટીના બંધ રૂમમાંથી 14 વર્ષની સગીરાનો લટકતો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ દિલ્હી પોલીસ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર સગીરાનો રૂમ અંદરથી બંધ હતો અને પોલીસે દરવાજો તોડીને તપાસ કરતા આ આઘાતજનક દ્રશ્યો સામે આવ્યા હતા. ફોરેન્સિક ટીમ દ્વારા ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ આપઘાત છે કે કોઈ અન્ય કાવતરું, તે દિશામાં પોલીસે આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી છે.

App Store