VIDEO: ઉત્તર પ્રદેશ: રાજ્યસભાની ૧૦ બેઠકો બિનહરીફ જાહેર, ભાજપના ૮ અને સપાના ૨ ઉમેદવારો ચૂંટાયા
ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભાની ૧૦ બેઠકો માટે ઉમેદવારોની બિનહરીફ પસંદગી થઈ ગઈ છે, જેના કારણે મતદાનની જરૂર પડી નથી. ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન બે અપક્ષ ઉમેદવારોના ફોર્મ રદ થતાં અને ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ સુધી અન્ય કોઈ ઉમેદવારે નામ પાછું ન ખેંચતાં, ૧૦ બેઠકો માટે માત્ર ૧૦ જ માન્ય ઉમેદવારો બાકી રહ્યા હતા. પરિણામે ૧૬ ઓક્ટોબરે યોજાનારું મતદાન રદ થયું હતું. ચૂંટાયેલા ઉમેદવારોમાં ભાજપના ૮ સભ્યોનો સમાવેશ થાય છે. રાજ્ય મંત્રી ધર્મપાલ સિંહ, ઓબીસી મોરચાના પ્રમુખ પ્રકાશ પાલ, શ્રુતિ ગંગવાર, વિદ્યાસાગર સોનકર, પ્રિયંકા સિંહ રાવત, રાધાકાંત ઓઝા, ગોપી કૃષ્ણ પાંડે અને રામ પ્રતાપ સિંહ ચૌહાણ. જ્યારે સમાજવાદી પાર્ટી માંથી વરિષ્ઠ નેતા રામ ગોપાલ યાદવ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ધનરાજ પરિમલ નથવાણી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે.

