VIDEO: ડાંગ પોલીસની મોટી સફળતા: ૨૦૦૮ના સગીર બાળકીના અપહરણ કેસમાં ૧૮ વર્ષથી ફરાર આરોપી ઉત્તર પ્રદેશમાંથી ઝડપાયો
સોર્સ : gstv
ડાંગની આહવા પોલીસે વર્ષ ૨૦૦૮ના ચકચારી સગીર બાળકીના અપહરણ કેસમાં લાંબા સમયથી ફરાર આરોપીને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યો છે.... આ આરોપીએ ૧૩ વર્ષની સગીર બાળકીને બળજબરીથી ફસાવીને નેપાળ અને ઉત્તર પ્રદેશ સુધી અપહરણ કરી ગયો હતો....સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંહનનો વોન્ટેડ ઇન સાઉથ ગુજરાત અભિયાન અંતર્ગત એલસીબીની ટીમે બાતમીના આધારે સિદ્ધાર્થનગર જિલ્લાની નેપાળ બોર્ડર પાસેથી આરોપીને ઝડપી લીધો હતો. પોલીસ ટીમે ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને અંદાજે 4 હજાર કિલોમીટરની લાંબી મુસાફરી બાદ આરોપીને હેમખેમ આહવા લાવવામાં આવ્યો છે, જ્યાં આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ છે.

