VIDEO: ઉત્તર પ્રદેશ રાજ્યસભા ચૂંટણી: ભાજપે ૧૦માંથી ૮ બેઠકો માટે ઉમેદવારોની યાદી કરી જાહેર
સોર્સ : gstv
ભાજપે ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની ૧૦ બેઠકો માટે પોતાના ૮ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. વર્તમાન સંખ્યાબળ મુજબ ભાજપ ૭ બેઠકો સરળતાથી જીતી શકે છે, જ્યારે ૮મી બેઠક માટે વ્યૂહરચના અપનાવવી પડશે….પાર્ટીએ જાતિગત સમીકરણો ધ્યાનમાં રાખીને ૩ ઓબીસી, ૨ દલિત, ૨ બ્રાહ્મણ અને ૧ ઠાકુર ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. ૪૦૩ સભ્યોની યુપી વિધાનસભામાં એનડીએ પાસે ૨૮૮ બેઠકો છે. એક બેઠક જીતવા માટે ૩૭ મતોની જરૂર છે. સામાજિક સમીકરણો સાધવા માટે ભાજપે ધર્મપાલ સિંહ, રાધાકાંત ઓઝા અને શ્રુતિ ગંગવાર સહિતના નેતાઓને ટિકિટ આપી છે

