VIDEO: કેન્દ્રીય મંત્રી સરબાનંદ સોનોવાલે કામદારો માટે જાતે બનાવી ચા, ₹20 કરોડના PNG પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન
સોર્સ : gstv
પારાદીપ, ઓડિશા: કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સરબાનંદ સોનોવાલે પારાદીપ પોર્ટ ટાઉનશિપમાં કર્મચારી ક્વાર્ટરની મુલાકાત લઈને પોર્ટ કર્મચારીઓ સાથે મુલાકાત કરી હતી.
આ દરમિયાન સોનોવાલે નવા કનેક્ટ કરાયેલા પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) સ્ટવને જાતે પ્રગટાવ્યો અને કર્મચારીઓ સાથે વાતચીત કરતાં પોતાના હાથે ચા બનાવી હતી.
આ પ્રસંગે પારાદીપ પોર્ટ ટાઉનશિપમાં શરૂ કરવામાં આવેલા નવા ₹20 કરોડના PNG ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું સત્તાવાર ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું.
મંત્રીએ પોર્ટ કર્મચારીઓ સાથે વાતચીત કરી તેમની કામગીરી અને સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી. તેમના આ સરળ અને અનૌપચારિક અંદાજની તસવીરો તથા વીડિયો પણ ચર્ચામાં આવ્યા છે.

