VIDEO: સુરત પૂર બાદ કેન્દ્રીય ટીમે ખાડી વિસ્તારોની સ્થિતિનો તાગ મેળવ્યો
સોર્સ : gstv
સુરત શહેરમાં પૂર અને ખાડીની ઘટનાના પગલે સ્થિતિની તપાસ માટે કેન્દ્રીય ટીમ સુરત પહોંચી છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે NDMAની ટીમમાં સેન્ટ્રલ વોટર કમિશન, ભારતીય હવામાન વિભાગ અને NDRFના વરિષ્ઠ અધિકારીઓ સામેલ રહ્યા હતા. ICCC સેન્ટર ખાતે પાલિકા દ્વારા કેન્દ્રીય ટીમ સમક્ષ પૂર અને બચાવ કામગીરી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરાયું. જેમાં લોકોના સ્થળાંતર, ફૂડ પેકેટ વિતરણ અને પૂર બાદ હાથ ધરાયેલી સફાઈ કામગીરીની વિગતો આપવામાં આવી. ત્યારબાદ ટીમે મીઠી અને ભેદવાડ ખાડી કિનારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. સણીયા હેમાદ વિસ્તારમાં પણ ટીમે પરિસ્થિતિનો તાગ મેળવ્યો. ખાડી પૂરનો કાયમી ઉકેલ લાવવા સહિત વિવિધ મુદ્દે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી.

