VIDEO: પૂરનાં પાણીમાં કાર તણાઈ જતાં બે યુવકોનાં મોત
સોર્સ : gstv
કાનપુરમાં પાંડુ નદીના પૂરનાં પાણીમાં કાર તણાઈ જતાં બે યુવકોનાં મોત થયા હતા. કાર પાણીના પ્રવાહમાં વહી જતાં બંને યુવકો ગુમ થયા હતા. ઘટનાની જાણ થતાં તંત્ર અને બચાવ ટીમોએ તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી. લગભગ 24 કલાક સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ બંને યુવકોના મૃતદેહો મળી આવ્યા હતા. ત્યારબાદ ક્રેનની મદદથી પાણીમાંથી કારને પણ બહાર કાઢવામાં આવી હતી. ઘટનાને પગલે મૃતક યુવકોના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારજનોએ ઘટનાને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી. કાનપુરના એસડીએમ અભિનવ સિંહે સમગ્ર બચાવ અને શોધખોળ કામગીરી અંગે માહિતી આપી હતી. ઘટના સંબંધિત વિઝ્યુઅલ્સ સામે આવ્યા છે.

