VIDEO: ટેલિગ્રાફ ફેક્ટરીની દીવાલ ધરાશાયી થતાં બે મજૂરોના મોત
સોર્સ : gstv
મધ્યપ્રદેશના જબલપુરમાં વરસાદ વચ્ચે જૂની ટેલિગ્રાફ ફેક્ટરીની દીવાલ ધરાશાયી થતાં બે મજૂરોના મોત થયા છે. ભારે વરસાદને કારણે જર્જરિત બનેલી દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી, જેના કાટમાળ નીચે કામ કરી રહેલા મજૂરો દટાયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કાટમાળ હટાવી બંને મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ બંનેના મોત નીપજ્યા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. મદન મહલ પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર સતીશ અનુરાગીએ સમગ્ર ઘટનાની માહિતી આપી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભારે વરસાદ વચ્ચે રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી હતી.

