VIDEO: વલસાડના ઉમરગામ GIDCની પ્લાસ્ટિકની ફેક્ટરીની ભયાનક આગમાં ત્રણ ભડથું
વલસાડ જિલ્લાની ઉમરગામ GIDCમાં આવેલી ક્લિયર પોલીપ્લાસ્ટ કંપનીમાં ગત મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. આ આગે અચાનક રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા દોડધામ મચી હતી. માત્ર ગણતરીનાં મિનિટોમાં આગ વિકરાળ બની ગઈ હતી. પાંચથી વધુ ફાયર ફાઈટરો મધરાત્રિથી આગ પર કાબૂ મેળવવા ઝઝૂમી રહ્યા હતા.
આ પણ વાંચો: મોટવડા વિદ્યાર્થી આપઘાત કેસ : સસ્પેન્ડેડ આચાર્ય સચિન વ્યાસ પોલીસ સમક્ષ થયા હાજર
આગની જ્વાળાઓ ઉપર સુધી જોવા મળી હતી
સવાર સુધી આગ પર કાબૂ મેળવવા ફાયરનીં ટીમો દોડતી રહી હતી. કોઈ અન્ય ઘટના ના સર્જાય તે માટે ઉમરગામ પોલીસ અધિકારી સહિત પોલીસ સ્ટાફ એ લોકોને દૂર કર્યા હતા. આગની જ્વાળાઓ ઉપર સુધી જોવા મળી હતી. પ્લાસ્ટિક અને કેમિકલના જથ્થાને કારણે આગ વધુ વિકરાટ બનતા જોતજોતામાં આખી કંપની આગની લપેટમાં આવી જતા ભારે અફરાતફરી મચી ગઇ હતી.
બીલીમોરા પોલીસે સાપરાધ માનવ વધનો ગુનો નોંધ્યો
નવસારીના દેવસર ગામે ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં લાગેલી આગનો મામલે બીલીમોરા પોલીસે સાપરાધ માનવ વધનો ગુનો નોંધી તપાસ આરંભી છે. બીલીમોરા પોલીસે GP થીનર કેમિકલ મોકલનાર અર્જુન વિરવાલ અને સોહનલાલ વીરવાલ તેમજ ગોડાઉન મેનેજર સામે ગુનો નોંધ્યો છે.ટ્રકમાં GP થીનર કેમિકલના બેરલ ચઢાવતી વખતે એક બેરલ લીકેજ થતા આગ લાગી હતી.
શૈલેષ આહીર, નિલેશ રાઠોડ અને અનુપ નુનિયાના મોત
GP થીનર કેમિકલ જ્વેલનશીલ હોવા છતાં ત્રણેય આરોપીઓએ સામાન્ય ટ્રાન્સપોર્ટમાં મોકલ્યું હતું..આરોપી અર્જુન વીરવાલને રાજસ્થાનના ઉદયપુરથી નવસારી LCB પોલીસે પકડી પાડ્યો છે.આગની ઘટનામાં શૈલેષ આહીર, નિલેશ રાઠોડ અને અનુપ નુનિયાના મોત થયા હતા.

