VIDEO: બાંદામાં ઝેરી ગેસથી બેના મોત
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના બિસાંડા વિસ્તારમાં બોરવેલમાં શ્વાસ રૂંધાવાથી બે ગ્રામજનોના કરૂણ મોત નીપજ્યાની દુઃખદ ઘટના સામે આવી છે. માહિતી મુજબ, બોરવેલ સંબંધિત કામગીરી દરમિયાન અંદર ઉતરેલા બે શ્રમિકો બોરવેલમાંથી નીકળેલા ઝેરી ગેસની ઝપેટમાં આવી ગયા હતા અને બેભાન થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ અને રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાહત અને બચાવ કાર્ય હાથ ધરીને ભારે જહેમત બાદ બંને ગ્રામજનોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે બંને મૃતદેહોને કબજે લઈને પોપાર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે અને ઘટના અંગે કાનૂની તપાસ હાથ ધરી છે. આ અચાનક ઘટેલી દુર્ઘટનાને કારણે સમગ્ર ગામમાં શોકની કાળી ડિબંગ છવાઈ ગઈ છે અને પરિવારોમાં ભારે કક્રાટ વ્યાપી ગયો છે.

