Video: ફોર્ચ્યુનરની ટક્કરથી બે મોત

સોર્સ: gstv

દિલ્હીમાં યૂધિષ્ઠિર સેતુ પર પૂરપાટ ઝડપે આવતી ફોર્ચ્યુનર કાર અને ઓટો રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ફોર્ચ્યુનર કારની ટક્કરથી ઓટો રિક્ષામાં સવાર બે લોકોનાં મોત થયા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં સંડોવાયેલી ફોર્ચ્યુનર કારને કાશ્મીરી ગેટ પોલીસ સ્ટેશનની બહાર રાખવામાં આવી છે. FSLની ટીમે પોલીસ સ્ટેશન બહાર કારનું નિરીક્ષણ કરીને જરૂરી તપાસ હાથ ધરી છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને કારની ઝડપ કેટલી હતી તે સહિતના પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત