વળતરની જાહેરાત, તપાસ માટે આયોગ, ગૃહમંત્રાલયે રિપોર્ટ માંગ્યો; તમિલનાડુના કરૂર ભાગદોડ કેસમાં 10 મોટી અપડેટ

તમિલનાડુના કરૂર જિલ્લામાં શનિવાર સાંજે એક્ટ્રેસ અને ટીવીકે પ્રમુખ વિજયની જનસભામાં ભીષણ ભાગદોડ મચી ગઇ હતી. આ ઘટનામાં 39 લોકોના મોત થયા છે જેમાં 8 બાળકો અને 16 મહિલાઓ સામેલ છે. મુખ્યમંત્રી એમકે સ્ટાલિને તરત જ સચિવાલયમાં ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી અને આ ઘટનાને ચિંતાજનક ગણાવી હતી. સ્ટાલિને મૃતકોના પરિવારો માટે 10-10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી અને ન્યાયમૂર્તિ અરૂણા જગદીશનના નેતૃત્ત્વમાં એક તપાસ આયોગની રચના કરી છે.
કરૂર ભાગદોડ પર 10 મોટી અપડેટ
- અધિકારીઓ અનુસાર, દુર્ઘટના સાંજે સાડા સાત વાગ્યે બની હતી જ્યારે વિજય પોતાના સમર્થકોને સંબોધતા હતા. ભારે ભીડ બપોરથી જ રેલી સ્થળ પર ભેગી થઇ હતી. જેવા જ કેટલાક લોકો બેભાન થઇને પડવા લાગ્યા અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો અને ભાગદોડ થઇ હતી.
- વિજયે સ્થિતિ બગડતા પોતાનું ભાષણ રોકી દીધુ અને બાદમાં કહ્યું કે આ ઘટનાએ તેમનું દિલ તોડી દીધુ છે, તેમણે ઘાયલોને જલદી સ્વાસ્થ્ય થવાની પ્રાર્થના કરી હતી.
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યપાલ આરએન રવિ અને સીએમ સ્ટાલિન સાથે વાત કરી હતી અને દરેક શક્ય મદદનું આશ્વાસન આપ્યુ હતું. કેન્દ્રીય ગૃહમંત્રાલયે તમિલનાડુ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે.
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી અને કહ્યું કે તે શોકગ્રસ્ત પરિવારો સાથે ઉભા છે.
- ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને પણ ઘટનાને અસહનીય દુ:ખનો સમય ગણાવ્યો હતો.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરતા શોક વ્યક્ત કર્યો હતો અને ઘાયલોના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી.
- રાજ્ય સરકારે ભાગદોડમાં જીવ ગુમાવનારાઓના પરિવારોને 10-10 લાખ રૂપિયાની રકમ આપવાની જાહેરાત કરી છે.
- અભિનેતા કમલ હાસન અને સુપરસ્ટાર રજનીકાંતે પણ ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.
DMKએ વિજય પર સાધ્યુ નિશાન
સત્તા પર રહેલ દ્રવિડ મુનેત્ર કષગમ (DMK)એ આ દુર્ઘટના માટે વિજયને જવાબદાર ઠેરવ્યો હતો. પાર્ટી પ્રવક્તા સરવન અન્નાદુરઇએ કહ્યું કે આ હદયવિદારક છે. ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને અચાનક ભાગદોડને કારણે તેમના મોત થયા છે. આ ઘટના માટે રેલી આયોજક જવાબદાર છે, આ વિજયની ચાલ છે.

