VIDEO: બારામતીમાં ટ્રેનર વિમાન ક્રેશ: અજિત પવાર અહીં જ બન્યા હતા અકસ્માતનો ભોગ
મહારાષ્ટ્ર (Maharashtra)ના પુણે (Pune) નજીક આવેલા બારામતી (Baramati)માં ફરી એકવાર ટ્રેનિંગ વિમાન (Training Aircraft) દુર્ઘટનાગ્રસ્ત થવાની ઘટના સામે આવી છે. બારામતી એરપોર્ટ (Baramati Airport) નજીક એક પ્રશિક્ષણ વિમાન અચાનક ક્રેશ થયું હતું. જોકે, રાહતની વાત એ રહી કે વિમાનમાં સવાર ટ્રેની પાયલટ (Trainee Pilot)નો આબાદ બચાવ થયો છે અને અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
અગાઉ પણ બની ચૂકી છે ગંભીર વિમાન દુર્ઘટનાઓ
બારામતી એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારમાં વિમાન અકસ્માતની આ કોઈ પહેલી ઘટના નથી. ભૂતકાળમાં પણ અહીં શ્રેણીબદ્ધ અકસ્માતો સર્જાયા છે:
મે 2026ની ઘટના: આ પહેલાં મે 2026માં 'રેડબર્ડ ફ્લાઈટ ટ્રેનિંગ એકેડેમી' (Redbird Flight Training Academy)નું એક તાલીમી વિમાન ટેકનિકલ ખામી (Technical Snag)ના કારણે ક્રેશ-લેન્ડ (Crash-landed) થયું હતું. તે સમયે પણ ટ્રેની પાયલટ સુરક્ષિત બચી ગયો હતો.
જાન્યુઆરી 2026ની મોટી હોનારત: આ જ વર્ષે જાન્યુઆરી 2026માં બારામતી એરપોર્ટ પર એક ચાર્ટર પ્લેન (Charter Aircraft) દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ગોઝારા અકસ્માતમાં મહારાષ્ટ્રના તત્કાલીન ડેપ્યુટી સીએમ (Deputy Chief Minister) અજિત પવાર સહિત કુલ 5 લોકોના મોત નીપજ્યા હતા.
એરપોર્ટ સિક્યોરિટી અને વ્યવસ્થાપન સામે સવાલોની ઝડી
એક જ વિસ્તારમાં અને એક જ એરપોર્ટની આસપાસ સતત સામે આવી રહેલી વિમાન દુર્ઘટનાઓએ બારામતી એરપોર્ટની સિક્યોરિટી (Security), ફ્લાઈટ ઓપરેશન્સ (Flight Operations) અને સર્વેલન્સ/મોનિટરિંગ (Monitoring) સિસ્ટમ સામે આકરા સવાલો ઊભા કર્યા છે.
સ્થાનિકો અને એવિએશન એક્સપર્ટ્સ (Aviation Experts) સવાલ ઉઠાવી રહ્યા છે કે વારંવાર જીવલેણ અને ગંભીર અકસ્માતો થવા છતાં પણ એરપોર્ટ તંત્ર અને નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા સુરક્ષાને લઈને કોઈ નક્કર તથા કાયમી પગલાં શા માટે લેવામાં નથી આવી રહ્યા?
હાલમાં આ ઘટના અંગે એવિએશન ઓથોરિટી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

