VIDEO: બીકાનેરમાં એમ્બર્ગિસ સાથે તસ્કર ઝડપાયા
સોર્સ : gstv
બિહાર બાદ હવે રાજસ્થાનના બિકાનેર પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી . પોલીસે અઢી કિલો નહીં પરંતુ ૬૦૦ ગ્રામ એમ્બર્ગિસની તસ્કરી કરતા ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી જપ્ત કરાયેલા આ એમ્બર્ગિસની બજાર કિંમત આશરે ૭૦ લાખ રૂપિયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વ્હેલ માછલીના આ કિંમતી અવશેષની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણ કરવા માટે આરોપીઓ બિકાનેર આવ્યા હતા. પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય આ તસ્કરી રેકેટના અન્ય સાગરીતોની પણ સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી . આ ગેરકાયદેસર વ્યાપાર સામે વન વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમ સતત નજર રાખી રહી છે.

