Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Tourists enjoy pleasant weather and Shikara Ride

VIDEO: પ્રવાસીઓએ આહલાદક હવામાન અને શિકારા રાઈડની માણી મજા

Timeછેલ્લું અપડેટ : 31 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં બદલાયેલા મનોરમ હવામાન અને અલ્હાહદક વાતાવરણ વચ્ચે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. વિશ્વપ્રસિદ્ધ દાલ સરોવર ખાતે દેશ-વિદેશથી આવેલા સૈલાણીઓ શિકારા રાઈડની મનભરીને મજા માણી રહ્યા છે. ગુલાબી ઠંડી અને રમણીય પ્રાકૃતિક દ્રશ્યો વચ્ચે દાલ સરોવરમાં તરતા શિકારા પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પ્રવાસીઓ કાશ્મીરની સુંદર ખીણો, તળાવની શાંતિ અને સ્થાનિક સંસ્કૃતિનો અદ્ભુત અનુભવ લઈ રહ્યા છે. શિકારા ચાલકો અને સ્થાનિક વેપારીઓમાં પણ આ વધેલી પ્રવાસીઓની સંખ્યાને કારણે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રવાસન ક્ષેત્રે આવેલી આ રોનકથી સ્થાનિક રોજગારને વેગ મળ્યો છે. પ્રવાસીઓ દાલ સરોવરની આ યાદગાર સફર અને કાશ્મીરની મહેમાનનવાજીના મુક્ત મને વખાણ કરી રહ્યા છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News