Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : TMC releases CCTV, CM Mamata Banerjee reaches outside strong room

VIDEO: EVM સાથે ચેડાં થયા હોવાના આક્ષેપ સાથે TMCએ જાહેર કર્યા CCTV, સ્ટ્રોંગ રૂમ બહાર પહોંચ્યા CM મમતા બેનરજી

Timeછેલ્લું અપડેટ : 30 Apr 2026
લાઇવ ટીવીGoogle News
VIDEO: EVM સાથે ચેડાં થયા હોવાના આક્ષેપ સાથે TMCએ જાહેર કર્યા CCTV, સ્ટ્રોંગ રૂમ બહાર પહોંચ્યા CM મમતા બેનરજી
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન પૂર્ણ થયા બાદ સૌની નજર 4 મેના રોજ જાહેર થનારા પરિણામો પર છે. જોકે, પરિણામો પહેલા જ તૃણમૂલ કોંગ્રેસે (TMC) સ્ટ્રોંગ રૂમમાં બેલેટ બોક્સ સાથે છેડછાડ કરાઈ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ટીએમસીએ એક CCTV ફૂટેજ જાહેર કરીને દાવો કર્યો છે કે, તેમની ગેરહાજરીમાં મતપેટીઓ સાથે છેડછાડનો પ્રયાસ થઈ રહ્યો છે.

App Store

મુખ્યમંત્રી મમતા બેનરજી એક્શન મોડમાં

આ ગંભીર આરોપો વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનરજી પોતે ઈવીએમ સ્ટ્રોંગ રૂમ બહાર પહોંચી ગયા છે. આ એ જ સ્થળ છે. અહીં ભવાનીપુર સહિત દક્ષિણ કોલકાતાના બૂથોના ઈવીએમ અને મતપત્રો રાખવામાં આવ્યા છે. એવી શક્યતા છે કે, મમતા બેનરજી દુર્ગાપુરના સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈને ત્યાં વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ શકે છે.

ટીએમસી નેતાઓના ધરણા

કોલકાતાના નેતાજી ઈન્ડોર સ્ટેડિયમમાં ટીએમસી નેતાઓ ડૉ. શશી પાંજા અને કુણાલ ઘોષ ધરણા પર બેસી ગયા છે. ટીએમસીનો આરોપ છે કે, ભાજપ ચૂંટણી પંચ સાથે મળીને લોકશાહીની હત્યા કરી રહી છે. દુર્ગાપુર સરકારી કોલેજ પાસે આવેલા સ્ટ્રોંગ રૂમની બહાર પણ ટીએમસી કાર્યકર્તાઓ એકઠા થયા છે. મશીનોમાં કોઈ ગરબડ ન થાય તે માટે કાર્યકર્તાઓ સ્ટ્રોંગ રૂમથી 200 મીટર દૂર કેમ્પ બનાવીને દેખરેખ રાખી રહ્યા છે. ટીએમસીએ ચેતવણી આપી છે કે, બંગાળ કંઈ મહારાષ્ટ્ર કે બિહાર નથી કે તેઓ ચૂપચાપ પોતાની હાર સ્વીકારી લેશે.