VIDEO: કેરળના પથનમથિટ્ટામાં ગાજવીજ સાથે વરસાદનું આગમન, ઉકળાટ બાદ લોકોને મળી રાહત
સોર્સ : GSTV
કેરળના પથનમથિટ્ટા જિલ્લાના વિવિધ ભાગોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. લાંબા સમયના ઉકળાટ બાદ જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબકતા સ્થાનિક લોકોને કાળઝાળ ગરમીથી મોટી રાહત મળી છે. માર્ગો પર પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર પર આંશિક અસર પડી હતી, પરંતુ આ વરસાદ ખેતી માટે આશીર્વાદરૂપ મનાઈ રહ્યો છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ અહીં ભારે વરસાદની આગાહી કરી છે. અચાનક બદલાયેલા હવામાનને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. પથનમથિટ્ટા સહિત કેરળના અન્ય ભાગોમાં પણ પ્રી-મોન્સૂન ગતિવિધિઓ તેજ બની છે.

