VIDEO: દિલ્હીના મુખ્યમંત્રી Rekha Guptaએ ગૌશાળામાં કરી સેવા, રામ મંદિરના ‘પ્રાણ પ્રતિષ્ઠા’ ઉત્સવમાં થયા સામેલ
સોર્સ : GSTV
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દિલ્હી પિંજરાપોલ સોસાયટી દ્વારા સંચાલિત ગૌશાળામાં નવનિર્મિત રામ મંદિરના 'પ્રાણ પ્રતિષ્ઠા' મહોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ વિધિવત પૂજા-અર્ચના કરી દેવી-દેવતાઓની મૂર્તિઓની સ્થાપના કરી હતી. આ પ્રસંગે તેમણે ગૌસેવા અને આધ્યાત્મિકતાના મહત્ત્વ પર ભાર મૂકતા સોસાયટીની કામગીરીની પ્રશંસા કરી હતી. મંદિરમાં આયોજિત ભજન-કીર્તનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. મુખ્યમંત્રીએ ગૌશાળાની મુલાકાત લઈ ગાયોની સેવા પણ કરી હતી અને આ નવું મંદિર વિસ્તારના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બનશે તેવી આશા વ્યક્ત કરી હતી.

