Video: લખનઉ હત્યાકાંડમાં ફરાર ફેશન મોડેલ શ્રદ્ધા દુબે સહિત ત્રણ આરોપીઓની ધરપકડ

લખનઉના શિવા શર્મા હત્યાકાંડમાં ફરાર ફેશન મોડેલ શ્રદ્ધા દુબે સહિત ત્રણ આરોપીઓની નાગપુરથી ધરપકડ કરવામાં આવી છે. લખનઉ પોલીસ અને ઉત્તર પ્રદેશ એસટીએફની સંયુક્ત ટીમે નાગપુર પોલીસની મદદથી શ્રદ્ધા દુબે, તેની બહેન રશ્મિ દુબે અને ડ્રાઇવર તનવીરની ધરપકડ કરી છે. ત્રણેયની ધરપકડ માટે માહિતી આપનારને 50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. ગત 9 ઓક્ટોબરે લખનઉના અવધ ગ્રીન એપાર્ટમેન્ટમાંથી શિવા શર્માનું શંકાસ્પદ સંજોગોમાં નીચે પડવાથી મોત થયું હતું. પરિવારજનોના આક્ષેપ બાદ હજરતગંજ પોલીસ સ્ટેશનમાં શ્રદ્ધા દુબે સહિત પાંચ લોકો સામે કેસ નોંધાયો હતો. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આરોપીઓને લખનઉ લાવવામાં આવી રહ્યા છે.




