VIDEO: લખનઉમાં ભારે વરસાદ વચ્ચે એકાના સ્ટેડિયમ નજીક રોડ બેસી ગયો, ટ્રાફિક વ્યવસ્થા પ્રભાવિત
ઉત્તર પ્રદેશના લખનઉમાં સતત થઈ રહેલા મુશળધાર વરસાદને કારણે એકાના

ઉત્તર પ્રદેશના લખનઉમાં સતત થઈ રહેલા મુશળધાર વરસાદને કારણે એકાના ક્રિકેટ સ્ટેડિયમ નજીકનો મુખ્ય રોડ અચાનક બેસી ગયો છે. ભારે વરસાદના લીધે રસ્તાનું ધોવાણ થતાં રસ્તા પર મોટો ખાડો પડી ગયો હતો, જેના કારણે વાહનવ્યવહાર ભારે પ્રભાવિત થયો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ વ્યસ્ત ગણાતા આ માર્ગ પર અચાનક રોડ ધસી જતાં સ્થાનિક તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી અને રોડ નિર્માણની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.




