લખનઉમાં રાહુલ ગાંધી સવાર હતા તે ફ્લાઇટનું તાબડતોબ 'ગો-અરાઉન્ડ', પાયલોટની સતર્કતાથી ટળી મોટી દુર્ઘટના!

લખનઉના ચૌધરી ચરણ સિંહ (અમોસી) એરપોર્ટ પર દિલ્હીથી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-1717 ને લેન્ડિંગથી પ્રિ-એપ્રોચ સમયે અચાનક 'ગો-અરાઉન્ડ' (Go-Around) કરવું પડ્યું હતું. મળતી માહિતી મુજબ, કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ આ જ ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા.
અનસ્ટેબલ એપ્રોચના કારણે રોકાયું લેન્ડિંગ
પ્રથમ વખત લેન્ડિંગ દરમિયાન વિમાનનો એરપોર્ટ પર આવવાનો એપ્રોચ 'અનસ્ટેબલ' (અસ્થિર) જણાતા પાયલોટે સુરક્ષાને પ્રાથમિકતા આપીને લેન્ડિંગ પ્રક્રિયા તરત જ રોકી દીધી હતી. ત્યારબાદ પાયલોટે વિમાનને ફરીથી ઊંચાઈ પર લઈ જઈને બીજા પ્રયાસમાં સેફ એપ્રોચ સાથે લખનૌ એરપોર્ટ પર રનવે પર સુરક્ષિત રીતે ઉતાર્યું હતું.
વિમાનનું સફળ લેન્ડિંગ
એરપોર્ટ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, આ એક સામાન્ય સુરક્ષા પ્રક્રિયા છે, જે કોઈપણ જોખમ ટાળવા માટે હાથ ધરવામાં આવે છે. વિમાનના સફળ અને સુરક્ષિત ઉતરાણ બાદ જહાજમાં સવાર રાહુલ ગાંધી અને તમામ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.

