VIDEO: લખનઉમાં હિન્દુવાદી નેતા ધીરેન્દ્ર પ્રતાપ સિંહની હત્યાથી ખળભળાટ
સોર્સ : gstv
લખનઉમાં હિન્દુવાદી નેતા ધીરેન્દ્ર પ્રતાપ સિંહની હત્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. દુબગ્ગા વિસ્તારમાં નહેરમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ ડ્રાઈવર રવિએ પોતાના બે મિત્રો સાથે મળીને ધીરેન્દ્ર પ્રતાપ સિંહને ગોળી મારી હતી. હત્યા બાદ આરોપીએ મોબાઈલ ટ્રેનમાં મૂકીને તેની લોકેશન બદલવાનો પ્રયાસ કર્યો હતો. પરિવાર અને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે આરોપીએ મોલમાં જવાની ખોટી કહાની પણ સંભળાવી હતી. CCTVમાંથી કોઈ સ્પષ્ટ સુરાગ ન મળતાં પોલીસનો ડ્રાઈવર પર શંકા વધુ ઘેરી બની અને પૂછપરછ દરમિયાન સમગ્ર કથિત કાવતરાનો ખુલાસો થયો. પોલીસને જમીનના વિવાદને હત્યાનું સંભવિત કારણ હોવાની શંકા છે.

