આ શાળાની અનોખી પહેલ: માત્ર 1 રુપિયો ફી લે છે પણ આખા વિસ્તારને જાગૃત કરે છે

બિહારના બોધગયામાં આવેલી પદ્મપાણી સ્કૂલ આ દિવસોમાં પોતાની અનોખી પહેલને કારણે ચર્ચામાં છે. આ શાળા ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને માત્ર એક રૂપિયા પ્રતિ માસમાં શિક્ષણ આપે છે. બે હજાર અઢારમાં સ્થપાયેલી આ શાળા હાલમાં 250 વિદ્યાર્થીઓ સાથે 8મા ધોરણ સુધીના વર્ગો સુધીનું શિક્ષણ પ્રદાન કરે છે.
શાળા બાળકોને મફત શિક્ષણ આપી પર્યાવરણ જાળવણીની શીખથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી રહી છે
સેવા બીઘા ગામની પદ્મપાની શાળા તેના વિદ્યાર્થીઓને તેઓ જે સુકા કચરો લાવે છે તેના બદલામાં તેમને મફત શિક્ષણ આપે છે. તેમને કચરો એકઠો કરવા માટે બેગ પણ આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ નિયમિત રીતે તેમના ઘરેથી લાવવામાં આવેલ કચરો શાળાના ગેટ પાસે રાખવામાં આવેલ ડસ્ટબીનમાં અને રસ્તા પર ફેંકે છે.
આ પણ વાંચો : વિકસિત ગુજરાતનું કથળેલું શિક્ષણ: 200 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક
પદ્મપાની એજ્યુકેશનલ એન્ડ સોશ્યલ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પદ્મપાની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા લાવવામાં આવેલ પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરીને રિસાયકલીંગ માટે મોકલવામાં આવે છે. તેને વેચીને જે પૈસા ભેગા થાય છે તે બાળકોના શિક્ષણ, ભોજન, ગણવેશ અને પુસ્તકો પાછળ ખર્ચવામાં આવે છે.
સંસ્થાના સહ-સ્થાપક રાકેશ રંજને IANSને જણાવ્યું હતું કે શાળા 2014માં શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ પહેલ 2018થી શરુ કરવામાં આવી છે. શાળા બોધ ગયા વિસ્તારમાં સ્થિત છે, જ્યાં દેશ-વિદેશમાંથી હજારો ભક્તો દરરોજ મુલાકાતે આવે છે.
તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતને સ્વચ્છ અને સુંદર બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે બોધ ગયા પણ સ્વચ્છ અને સુંદર દેખાવું જોઈએ. પ્લાસ્ટિક પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક છે અને આબોહવા પરિવર્તનનું કારણ બને છે, એમ તેમણે જણાવ્યું હતું.
બાળકોને કારણે વડીલો પણ સ્વચ્છતા અંગે સચેત બન્યા
જ્યારે બાળકો રસ્તા પરથી કચરો ઉપાડે છે, ત્યારે તે વાલીઓ અને આસપાસના લોકોના મનમાં કચરો ન નાખવા માટે જાગૃતિ અને અનુભૂતિની ભાવના બનાવે છે, તેથી જ આ વિસ્તારોમાં રસ્તાઓ પર કચરો ઓછો દેખાય છે, એમ રાકેશ રંજને જણાવ્યું હતું.
શાળાના પ્રિન્સિપાલ મીરા કુમારીએ જણાવ્યું હતું કે કચરાના રૂપમાં શાળાની ફી લેવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં જવાબદારીની ભાવના કેળવવાનો છે, કારણ કે તેઓ એક દિવસ પુખ્ત થશે અને પર્યાવરણના જોખમો વિશે જાગૃત થશે. અમારો એક ઉદ્દેશ્ય ઐતિહાસિક વારસાની આસપાસ સ્વચ્છતા જાળવવાનો છે, એમ તેણીએ ઉમેર્યું હતું.
આ પણ વાંચો : વિદ્યાર્થીઓના ભોજનમાં છાશવારે આવતી જીવાત મામલે સમરસ હોસ્ટેલમાં મીડિયા પ્રતિબંધ
વિદ્યાર્થીઓ ગામમાં રસ્તાની બાજુમાં પણ રોપા વાવે છે અને તેની કાળજી લેવી પણ તેમની જવાબદારી છે. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વાવેલા 700 જેટલા રોપા હવે મોટા વૃક્ષો બની ગયા છે, એમ તેણીએ ઉમેર્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત આ શાળા ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડે છે. હાલમાં ગરીબ પરિવારોના 250 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
બાળકોમાં જવાબદારીની ભાવના જોવા મળે છે, કારણ કે તેઓએ આ પ્રયાસમાં ભાગ લેવાનું શરૂ કર્યું છે, અને તેઓ સમુદાયમાં યોગદાન આપવા અંગે ખુશ પણ જણાય છે.

