VIDEO: ત્રીજા બાળકને પ્રોત્સાહન કે મહિલાઓનો અધિકાર? મેટરનિટી લીવ મુદ્દે અમૃતા ફડણવીસના નિવેદનથી રાજકારણ ગરમાયું!
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અને સામાજિક કાર્યકર્તા અમૃતા ફડણવીસે તમિલનાડુ સરકાર દ્વારા પ્રસૂતિ રજા (Maternity Leave) વધારવા સંબંધિત પ્રસ્તાવ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે આ નિર્ણયને એક જટિલ મુદ્દો ગણાવતા મિશ્ર લાગણી વ્યક્ત કરી છે.
અમૃતા ફડણવીસે આ વિષય પર વાત કરતા જણાવ્યું હતું કે, આ પ્રકારનો નિર્ણય "બેધારી તલવાર" સમાન છે. એક તરફ દેશની વસ્તી સતત વધી રહી છે, અને આવા નિર્ણયોથી ત્રીજા બાળક માટે એક રીતે પ્રોત્સાહન મળી શકે છે. બીજી તરફ, પોતાના બાળકના ઉછેર માટે પૂરતો સમય મેળવવો એ દરેક મહિલાનો મૂળભૂત અધિકાર છે, જેને ધ્યાનમાં લેવો પણ તેટલો જ જરૂરી છે.
તેમણે ઉમેર્યું હતું કે બંને પાસાંઓ મહત્વપૂર્ણ હોવાથી આ મુદ્દે તેમનો દ્રષ્ટિકોણ મિશ્ર છે અને વસ્તી નિયંત્રણ તેમજ બાળઉછેરના અધિકાર વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે.

