VIDEO: અનુરાગ કશ્યપના ત્રીજા લગ્ન? 20 વર્ષ નાની ગર્લફ્રેન્ડ શુભ્રા શેટ્ટી અંગે ડિરેક્ટરે કર્યો મોટો ખુલાસો
અનુરાગ કશ્યપે પોતાની પર્સનલ લાઈફમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. તેમણે બે વાર લગ્ન કર્યા છે અને હવે તે છેલ્લા કેટલાક વર્ષોથી પોતાનાથી 20 વર્ષ નાની ગર્લફ્રેન્ડ શુભ્રા શેટ્ટી સાથે રિલેશનશિપમાં છે. હવે ડિરેક્ટરે ત્રીજા લગ્ન પર રિએક્ટ કર્યું છે. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં તેમણે પોતાના રિલેશનશિપ પર ખુલીને વાત કરી છે અને સાથે જ એ પણ જણાવ્યું છે કે શું તેઓ શુભ્રા સાથે લગ્ન કરશે. તેમણે જણાવ્યું છે કે શુભ્રા સાથે તેમનું બોન્ડિંગ કેવું છે અને પોતે શુભ્રા લગ્ન વિશે શું વિચારે છે.
અનુરાગે પોતાના રિલેશનશિપ વિશે વાત કરતાં કહ્યું— "હું તેની સાથે રહીને ખૂબ ખુશ છું. હું તેની સાથે રહેવા માંગુ છું. તેના માટે મારે જે કરવું પડે તે હું કરીશ. જીવનમાં ઘણું બધું છે. એક મોટી ઉંમરના વ્યક્તિ માટે અસુરક્ષા શું છે? કે તે બસ એટલો હેલ્ધી રહે જેથી તે પોતાના વહાલા લોકોને પ્રેમ પાછો આપવા માટે સક્ષમ હોય. કારણ કે જો એવું નહીં થાય તો પછી તે પછી શું થશે? જીવન આવું જ છે. તેથી હું આ વિશે ખૂબ વિચારું છું. પરંતુ મારું એવું માનવું છે કે જ્યાં સુધી મેં તેને શોધી લીધી છે અને જે મારી પાસે છે તેનાથી હું ખુશ છું. બસ હું તેને ગુમાવવા માંગતો નથી."
આ સિવાય અનુરાગે એ પણ જણાવ્યું કે શુભ્રા લગ્નમાં વિશ્વાસ નથી રાખતી. હાલમાં બંને રિલેશનશિપમાં છે. વર્ષ 2015માં શુભ્રા શેટ્ટીએ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે અનુરાગ કશ્યપની કંપની ફેન્ટમ ફિલ્મ્સ જોઈન કરી હતી અને અનુરાગે તેનો ફોટોગ્રાફ લીધો હતો. આ પછી તેમણે 2018માં પહેલીવાર એ ઓફિશિયલ કર્યું હતું કે તેઓ શુભ્રા શેટ્ટી સાથે રિલેશનશિપમાં છે.
બે વાર લગ્ન કરી ચૂક્યા છે અનુરાગ કશ્યપ
અનુરાગ કશ્યપની વાત કરીએ તો 90ના દાયકામાં તેમણે ડેબ્યૂ કર્યું હતું અને વર્ષ 1997માં તેમણે આરતી બજાજ સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2009માં બંનેના ડિવોર્સ થઈ ગયા હતા. આ લગ્નથી જ તેમને એક પુત્રી છે જેનું નામ આલિયા કશ્યપ છે. ત્યાર પછી તેમણે વર્ષ 2011માં પોતાની ફિલ્મ 'દેવ ડી'ની એક્ટ્રેસ કલ્કિ કોચલિન સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન પણ ચાર વર્ષ ચાલ્યા હતા અને 2015માં બંનેના ડિવોર્સ થઈ ગયા હતા.

