VIDEO: બ્રાહ્મણો વિરુદ્ધ અભદ્ર પોસ્ટ કરવાનો મામલો, બોલિવૂડ ડિરેક્ટર અનુરાગ કશ્યપ સામે સુરત કોર્ટમાં ગુનો નોંધાયો
સોર્સ : gstv
સોશિયલ મીડિયા પર બ્રાહ્મણો વિરુદ્ધ અભદ્ર પોસ્ટ કરવા બદલ બોલિવૂડ ડિરેક્ટર અનુરાગ કશ્યપ સામે સુરત કોર્ટમાં માનહાનિનો ગુનો નોંધાયો છે. આ મામલે આજે કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવાયું હોવા છતાં તેઓ હાજર રહ્યા ન હતા. જેથી સુરત કોર્ટે હવે અનુરાગ કશ્યપને હાથોહાથ સમન્સ બજાવવાનો આદેશ કર્યો છે. આ કેસની આગામી સુનાવણી ૧ જુલાઈ ૨૦૨૬ના રોજ હાથ ધરાશે, જેમાં તેમને કોર્ટ સમક્ષ હાજર રહેવું પડશે.

