VIDEO: SURAT / માનસિક રીતે અસ્થિર યુવક અચાનક 35 ફૂટ ઊંચા થાંભલા પર ચડી ગયો
સોર્સ : gstv
સુરતના પાલ-ઉમરા રોડ પર આવેલા સત કેવલ ચોક વિસ્તારમાં ગત 22 મેની રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી. માનસિક રીતે અસ્થિર એક યુવક અચાનક 35 ફૂટ ઊંચા હાઈ-ટેક સીસીટીવી કેમેરાના થાંભલા પર ચડી ગયો હતો. આ યુવકે ઉપર પહોંચી કેમેરા સાથે તોડફોડનો પ્રયાસ કર્યો હતો અને આરામથી બીડી ફૂંકતો નજરે પડ્યો હતો. આ જોખમી દ્રશ્યો જોઈ નીચે ઉભેલા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા, જોકે ભીડ માનવતા દાખવવાને બદલે ઘટનાના વીડિયો બનાવવામાં વ્યસ્ત રહી હતી. આ તમાશાને કારણે એક કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

