Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'The world's largest democracy is going through an undeclared crisis' Sonam Wangchuk flares up amid a string of detentions in Delhi

VIDEO: 'દુનિયાનું સૌથી મોટું લોકશાહી અઘોષિત કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે' દિલ્હીમાં અટકાયતોના દોર વચ્ચે ભડક્યા સોનમ વાંગચુક

Timeછેલ્લું અપડેટ : 10 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીના જંતર મંતર પર પ્રદર્શન પહેલાં CJPના અભિજિત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને અટકાયતમાં લેવાયા બાદ ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે દિલ્હીમાં ભારે ઘેરાબંધી અને સુરક્ષાના નામે વિરોધ કરવા પહોંચેલા લોકોની અટકાયત પર સરકાર સામે સવાલો કર્યા છે.

App Store

'દુનિયાનું સૌથી મોટું લોકશાહી અઘોષિત કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે'

સોનમ વાંગચુકે કહ્યું કે- દુનિયાનું સૌથી મોટું લોકશાહી અઘોષિત ઈમરજન્સીની સ્થિતિમાં ચાલી રહ્યું છે. તેમણે આ વાત સોશિયલ મીડિયા પર ત્યારે કહી જ્યારે જંતર-મંતર પર યુવા નેતૃત્વવાળી 'કોકરોચ જનતા પાર્ટી'ના મોટા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કડક કાર્યવાહી કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયોના માધ્યમથી વાંગચુકે દિલ્હી આવી રહેલા વિદ્યાર્થી નેતાઓ, એક્ટિવિસ્ટો અને શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓને અગાઉથી જ કસ્ટડીમાં લેવા અને રોકવા પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું.

વાંગચુકે કટોકટી જેવા માહોલ પર આશ્ચર્ય અને ચિંતા વ્યક્ત કરી

એક વીડિયો સંદેશમાં વાંગચુકે કહ્યું કે, જ્યારે મેં આજના વિરોધ પ્રદર્શનમાં એકતા અને શાંતિની અપીલ કરતો એક સંદેશ પોસ્ટ કર્યો હતો, ત્યારે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે દુનિયાનું સૌથી મોટું લોકશાહી અઘોષિત કટોકટીના દોરમાંથી પસાર થઈ રહ્યું હશે.

પ્રદર્શનકારીઓની મુક્તિની માંગ, અનશનની ચેતવણી

વાંગચુકે કસ્ટડીમાં લેવાયેલા તમામ પ્રદર્શનકારીઓને ત્વરિત મુક્ત કરવાની માંગ કરી. તેમણે ચેતવણી આપી કે જો પ્રશાસનની સખત કાર્યવાહી ચાલુ રહેશે, તો તેમને મજબૂર થઈને નવું અનશન કે પદયાત્રા શરૂ કરવી પડશે. CJPના જંતર-મંતર પ્રદર્શનને પોતાનું પૂર્ણ સમર્થન આપતા, વાંગચુકે સ્પષ્ટ કર્યું કે આ વખતે તેઓ દિલ્હીના વિરોધ પ્રદર્શનમાં વ્યક્તિગત રીતે સામેલ નહીં થાય.

લદ્દાખમાં પર્યાવરણના કાર્યો પર ધ્યાન
 
લદ્દાખ પરત ફર્યા બાદ, તેમણે જણાવ્યું કે તેઓ પર્યાવરણ સંરક્ષણના મહત્વપૂર્ણ કાર્યો પર ધ્યાન આપી રહ્યા છે, ખાસ કરીને કૃત્રિમ ગ્લેશિયર બનાવવા અને ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF)ના જોખમોનો સામનો કરવા પર કવિ ફૈઝ અહેમદ ફૈઝની પ્રખ્યાત પંક્તિઓ સંભળાવી એ, "રાજકારણ સિવાય પણ દુનિયામાં બીજા ઘણા દુઃખો છે." સાથે જ, તેમણે યુવાનો અને Gen Z પ્રદર્શનકારીઓને સંપૂર્ણપણે અહિંસા જાળવી રાખવાની અપીલ કરી.

ટોપિક્સ:GSTV NewsGujarati News