VIDEO: OBC મામલે પશ્ચિમ બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી
સોર્સ : gstv
પશ્ચિમ બંગાળ સરકારે કલકત્તા હાઈકોર્ટના નિર્ણયને પડકારતી સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજી પાછી ખેંચી લીધી છે. આ મામલો 77 જાતિઓને OBC યાદીમાંથી બહાર કરવાના હાઈકોર્ટના આદેશ સાથે જોડાયેલો છે. મહત્વનું છે કે આ 77માંથી 75 જાતિઓ મુસ્લિમ સમાજની હતી. રાજ્ય સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં અરજી પરત ખેંચવાની રજૂઆત કરી હતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ અસરગ્રસ્ત વ્યક્તિ આ નિર્ણય સામે અપીલ કરવા માંગશે તો તેને મંજૂરી આપવામાં આવશે અને મામલાની સુનાવણી ચાલુ રહેશે. સમગ્ર મામલાની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની બેન્ચ કરી રહી છે.

