'દેશની શિક્ષણ વ્યવસ્થા પર સિસ્ટમ કબજો જમાવીને બેઠી છે', ઈન્દોરમાં 'છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં રાહુલ ગાંધીના પ્રહાર

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ઈન્દોરમાં આયોજિત ‘છાત્રૌ કી ગૂંજ’ (Chhatron Ki Gunj) કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને Gen Z યુવાનો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ પ્રસંગે રાહુલ ગાંધીએ દેશની શિક્ષણ વ્યવસ્થા અને વર્તમાન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સવાલો પૂછવા એ વિદ્યાર્થીઓનો સહજ સ્વભાવ છે, અને હાલમાં દેશનો યુવા વર્ગ ભારે દબાણ હેઠળ છે.
સિસ્ટમ વિદ્યાર્થીઓથી ડરે છે: રાહુલ ગાંધી
શિક્ષણ બજેટમાં ઘટાડો અને શિષ્યવૃત્તિનો મુદ્દો
સરકારની નીતિઓ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ આંકડાકીય વિગતો રજૂ કરી હતી.
બજેટમાં ઘટાડો: 2014માં શિક્ષણ માટે બજેટનો 4.6% હિસ્સો ફાળવવામાં આવતો હતો, જે ઘટીને હવે 2.6% થઈ ગયો છે.
શિષ્યવૃત્તિ: છેલ્લા 10 વર્ષમાં 1.5 કરોડ વિદ્યાર્થીઓ પાસેથી સ્કોલરશિપ છીનવી લેવામાં આવી છે.
શિક્ષકોની અછત: હાલમાં દેશમાં 10 લાખ શિક્ષકોના પદો ખાલી પડ્યા છે.
નફરત અને હિંસા વિદ્યાર્થીઓ જ નાબૂદ કરી શકે
રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં હાલમાં જે દ્વેષ અને નફરતનો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે, તેને માત્ર દેશના યુવાનો અને વિદ્યાર્થીઓ જ પ્રેમ અને સંવાદથી દૂર કરી શકે છે. તેમણે ઉમેર્યું કે તેઓ એવું ભારત ઈચ્છે છે, જે વિદ્યાર્થીઓના સપનાનું હોય, નફરતનું નહીં.

