VIDEO: શ્વાન પ્રત્યે થતી ક્રૂરતા અટકાવવા અસરકારક પગલાની નિર્દેશ માંગતી અરજી સુપ્રીમે ફગાવી
સોર્સ : gstv
સુપ્રીમ કોર્ટે પશુ જન્મ નિયંત્રણ કેન્દ્રો અને આશ્રયસ્થાનોમાં શ્વાન પ્રત્યે થતી ક્રૂરતા રોકવા માટે અસરકારક પગલાં લેવા ભારતીય પશુ કલ્યાણ બોર્ડને નિર્દેશ આપવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે….ન્યાયાધીશ વિક્રમનાથ અને સંદીપ મહેતાની બેન્ચે કહ્યું કે અરજી રદ કરવામાં આવે છે. અરજીમાં કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપવાની માંગ કરવામાં આવી હતી કે પ્રોજેક્ટ માન્યતા પ્રમાણપત્ર વિના કોઈપણ સ્થાનિક સત્તાવાળાઓ પ્રાણી કલ્યાણ સંસ્થાઓને જન્મ નિયંત્રણ કાર્યક્રમમાં સામેલ ન કરે.પશુ જન્મ નિયંત્રણ નિયમો-૨૦૨૩ અનુસાર આવું પ્રમાણપત્ર ફરજિયાત છે.

