VIDEO: નવસારીના ચીખલીમાં દિપડાના હુમલા સામયે શ્વાને જીવની આહુતી આપી ત્રણ યુવકના જીવ બચાવ્યા
સોર્સ : gstv
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઘોડવણી ગામમાંથી માલિક પ્રત્યે વફાદારી અને બહાદુરીનો એક હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પાલતુ શ્વાને પોતાનો જીવ ન્યોછાવર કરીને ત્રણ યુવાનોના જીવ બચાવ્યા છે. ગામમાં ઘરના છાપરા પર સૂતેલા ત્રણ યુવાનો પર અચાનક એક હિંસક દીપડાએ હુમલો કર્યો હતો. આ કટોકટીની ક્ષણે, યુવાનોની રક્ષા કરવા નેક્ટર નામનો શ્વાન વચ્ચે કૂદી પડ્યો હતો અને દીપડા સાથે જીવસટોસટનો જંગ ખેલ્યો હતો. શ્વાનની આ બહાદુરીને કારણે દીપડો યુવાનોને છોડીને ભાગવા મજબૂર થયો હતો અને ત્રણેય યુવાનોનો આબાદ બચાવ થયો હતો, પરંતુ દીપડા સાથેની આ ભયાનક લડાઈમાં ગંભીર ઈજાઓ થવાને કારણે વફાદાર શ્વાન નેક્ટર નું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગે તાત્કાલિક દોડી આવીને હિંસક દીપડાને પાંજરે પૂરવા માટેની તજવીજ હાથ ધરી છે.

