VIDEO: સુપ્રીમ કોર્ટે અનધિકૃત બાંધકામો માટે સમાન નીતિ બનાવવાનો કર્યો ઈન્કાર, દરેક રાજ્યની ભૌગોલિક સ્થિતિ અલગ હોવાનું આપ્યું કારણ
સોર્સ : gstv
સુપ્રીમ કોર્ટે દેશભરમાં લાંબા સમયથી અનધિકૃત બાંધકામોને નિયમિત કરવા અથવા તોડી પાડવા માટે કોઈ સમાન નીતિ બનાવવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે આ મુદ્દો મુખ્યત્વે નીતિ ક્ષેત્ર સાથે જોડાયેલો છે અને દરેક રાજ્યની ભૌગોલિક તેમજ સામાજિક પરિસ્થિતિઓ અલગ અલગ હોવાથી એક માળખું તમામ રાજ્યો માટે યોગ્ય સાબિત ન થઈ શકે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે સેન્ટર ફોર લો એન્ડ ગુડ ગવર્નન્સ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતા આ મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી અને સામાન્ય માર્ગદર્શિકા ઘડવાની માંગ ફગાવી દીધી હતી.

