VIDEO: સુપ્રીમે ચૂંટણી પંચને એસઆઈઆરમાં નિકાલ કરાયેલી અપિલ અરજીની વિગતો રજૂ કરવા જણાવ્યું
સોર્સ : gstv
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને પશ્ચિમ બંગાળમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કવાયત દરમિયાન મતદાર યાદીમાંથી નામ રદ કરવા સામેની અપીલોનો નિકાલ કરતી ટ્રિબ્યુનલની વિગતો રજૂ કરવાનો આદેશ આપ્યો છે. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીની અરજી પર સુનાવણી કરતા મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે અપીલોના ધીમા નિકાલ સામે ચિંતા વ્યક્ત કરી હતી.... કોર્ટે સ્પષ્ટ કર્યું કે પ્રક્રિયા એટલી ધીમી ન હોવી જોઈએ કે આગામી વિધાનસભા ચૂંટણીઓ અપીલનો નિર્ણય આવ્યા વગર જ યોજાઈ જાય. અરજદારે પ્રત્યેક બ્લોકમાં ટ્રિબ્યુનલ સ્થાપવાની માંગ કરી છે.

