Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : The properties of Lavkush Mishra, who is accused of manipulating crores of rupees in the Ram temple, have become a hot topic of discussion among the local people.

VIDEO: રામ મંદિરના કરોડો રૂપિયાની હેરાફેરીના આરોપી લવકુશ મિશ્રાની મિલકતો સ્થાનિક લોકોમાં ભારે ચર્ચાનો વિષય બની છે.

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના ચઢાવા અને દાનની રકમમાં કરોડો રૂપિયાની હેરાફેરીના કેસમાં ધરપકડ કરાયેલા મુખ્ય આરોપી લવકુશ મિશ્રાની મિલકતો સ્થાનિક લોકોમાં ભારે ચર્ચાનો વિષય બની છે. અયોધ્યા-લખનઉ હાઈવે નજીક માત્ર ૧૨ થી ૧૫ હજાર રૂપિયાનો માસિક પગાર મેળવતા આ કેશ-કાઉન્ટિંગ સ્ટાફના કર્મચારીએ તેની પત્નીના નામે લાખો રૂપિયાની જમીન ખરીદીને બે માળનું આલીશાન મકાન બનાવવાનું શરૂ કર્યું હતું. વિઝ્યુઅલ્સમાં આ અર્ધ-નિર્મિત બે માળનું મકાન જોઈ શકાય છે, જ્યાં કૌભાંડ બહાર આવ્યા બાદ મજૂરો કામ છોડીને ભાગી ગયા છે. પોલીસ તપાસમાં લવકુશના ઘરેથી લાખોની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે, જ્યારે અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા નિયમોના ઉલ્લંઘન બદલ આ પ્રોપર્ટી પર ડિમોલિશનની નોટિસ ફટકારવામાં આવી છે.

App Store