Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : The jawans showed restraint in front of the girl who was showing the power of tax money, after watching the video, people said - 'This is the real hero'.

VIDEO: ટેક્સના પૈસાનો પાવર બતાવતી યુવતી સામે જવાનોએ બતાવ્યો સંયમ, વીડિયો જોઈ લોકો બોલ્યા- 'આ છે અસલી હીરો'

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

લદાખમાં સુરક્ષાબળો સાથે જોડાયેલા એક વાઇરલ વીડિયો બાદ સોશિયલ મીડિયા પર મોટો વિવાદ ઊભો થયો છે. વીડિયોમાં એક યુવતી પોતાની જાતને 'Gen-Z' ગણાવીને જવાનો સામે વિરોધ નોંધાવતી અને ટેક્સના પૈસાથી પગાર મળતો હોવાનો દાવો કરતી જોવા મળે છે. આ વીડિયો વાઇરલ થતાં જ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પણ આકરો તંજ કસતા સવાલ ઉઠાવ્યો હતો કે શું આજકાલ 'Gen-Z' હોવાનું બહાનુ બતાવવું એ જૂના સમયના 'તૂ જાણતા નહીં મેરા બાપ કૌન હૈ' જેવું બની ગયું છે? યુવતીએ બાદમાં માફી પણ માગી લીધી હતી, પરંતુ આ મુદ્દે ઈન્ટરનેટ પર ચર્ચા હજુ પણ થંભવાનું નામ નથી લઈ રહી.

App Store

સુરક્ષાકર્મીઓના સંયમ અને કામગીરીની પ્રશંસા

વાઇરલ વીડિયોમાં યુવતીના આક્રમક વલણ સામે પણ સ્થાનિક સુરક્ષાકર્મીઓએ ખૂબ જ શાંતિ અને સંયમથી સ્થિતિ સંભાળી હતી. આ વિવાદ વચ્ચે હવે સોશિયલ મીડિયા પર ભારતીય સેના અને દેશના જવાનોના સમર્પણને દર્શાવતા અનેક વીડિયો વાઇરલ થઈ રહ્યા છે, જેમાં મુસળધાર વરસાદમાં પણ ટ્રાફિક નિયંત્રિત કરતા અને ખરાબ હવામાનમાં લોકોની મદદ કરતા જવાનો જોવા મળે છે. નેટીઝન્સ અને પૂર્વ સૈનિકોનું કહેવું છે કે કડકડતી ઠંડી, વરસાદ અને સરહદ પર જીવના જોખમે ડ્યુટી કરતા જવાનોની નિષ્ઠા અને કુરબાનીને માત્ર 'પગાર' કે 'નોકરી'ના દ્રષ્ટિકોણથી ન જોવી જોઈએ.
 
આ વિવાદ વચ્ચે સોશિયલ મીડિયા પર ભારતીય સેના અને સુરક્ષાબળોના સમર્પણને દર્શાવતા અનેક વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં જવાન મુસળધાર વરસાદમાં ભીંજાઈને પણ ટ્રાફિક નિયંત્રિત કરતો જોવા મળે છે. સોશિયલ મીડિયા યુઝર્સે લખ્યું હતું કે આ સાચા હીરો છે, જેમને પોતાની દેશભક્તિ સાબિત કરવા માટે કેમેરા કે તાળીઓની જરૂર નથી હોતી. એ જ રીતે ઉત્તર સિક્કિમના લાચેનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ખરાબ હવામાન વચ્ચે એક સુરક્ષા અધિકારી લોકોને રસ્તાની માહિતી આપી રહ્યા છે અને એક જવાબદારી પૂર્વક નાગરિક તેમના પર છતરી રાખીને ઊભો છે.

'પગાર કરતા દેશસેવા મોટી': ભૂતપૂર્વ સૈનિકોના ભાવુક અનુભવો

ચર્ચા દરમિયાન કેટલાક ભૂતપૂર્વ સૈનિકોએ પણ પોતાના કડવા અને ભાવુક અનુભવો શેર કર્યા છે. વર્ષ 2002માં સંસદ પર થયેલા હુમલા સમયની સ્થિતિ યાદ કરતા એક વ્યક્તિએ લખ્યું કે, જ્યારે બોર્ડર પર આમને-સામનેની સ્થિતિ હોય અને મગજમાં એ વિચાર આવવા લાગે કે જો કાલે કંઈક થઈ ગયું તો મારો મૃતદેહ ઘરે કેવી રીતે પહોંચશે, ત્યારે 'પગાર' શબ્દ ખૂબ નાનો બની જાય છે. સુરક્ષાકર્મીઓની કુરબાની અને વિષમ સ્થિતિઓને સમજ્યા વગર તેમના પર ટિપ્પણી કરવી યોગ્ય નથી.

ટોપિક્સ:GSTV NewsGujarati News