VIDEO: ભાભરના સિસોદરાના ખેડૂતોને તંત્રની બેદરકારીથી ભારે નુકસાન, 4 હજાર કટ્ટા મગફળીનો પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો!
સોર્સ : gstv
બનાસકાંઠાના ભાભર તાલુકાના સિસોદરા ગામમાં તંત્રની બેદરકારીને કારણે ખેડૂતો પાયમાલ થયા છે. ભારે વરસાદ બાદ કાંકરેજ તરફથી આવતા વરસાદી પાણીને યોગ્ય વહેણ ન મળતાં અંદાજે ૪૦૦ હેક્ટરથી વધુ ખેતીલાયક જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. આ કારણે ૪,૦૦૦ કટ્ટા મગફળીનો ઉભો પાક સંપૂર્ણપણે બરબાદ થયો છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે રાધનપુર-ભાભર નેશનલ હાઈવે પર જૂનું નાનું નાળું યથાવત્ રાખવામાં આવ્યું છે, જેના કારણે પાણી ખેતરો તરફ વળી જાય છે.ખેડૂતોએ વર્ષોથી આ સમસ્યા રજૂ કરી છે, છતાં કાયમી ઉકેલ નથી આવ્યો. તેઓ વિશાળ બોક્સ કલ્વર્ટ બનાવવા અને પાક વીમા વળતરની માંગ કરી રહ્યા છે.

