VIDEO: વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે અમિત શાહના રાજીનામાની માગ યથાવત
સોર્સ : gstv
સંસદના ચોમાસું સત્ર વચ્ચે વિપક્ષ સતત અમિત શાહના રાજીનામાં સાથે લાઠીચાર્જ અંગે ગૃહમાં જવાબની માગ કરી રહ્યું છે. સત્રમાં ગૃહમાં અમિત શાહની ગેરહાજરીને લઈને વિપક્ષ સતત સરકારને ઘેરી રહ્યું છે. 20 જુલાઈએ સીજેપીની માર્ચમાં થયેલા લાઠીચાર્જ અને વિપક્ષે વિદ્યાર્થીઓ પર પેલેટ ગન ચલાવવાનો આક્ષેપ પણ કર્યો છે. સમગ્ર મામલે સંસદ અને અંદર અને બહાર વિરોધ યથાવત છે. હજુ આ મામલે ગૃહમાં કેન્દ્રિય ગૃહમંત્રીનો જવાબ ન મળતા વિપક્ષી સાંસદોએ ફરીથી સંસદ પરિસરમાં પોસ્ટર સાથે વિરોધ નોંધાવી અમિત શાહ પાસેથી વિદ્યાર્થીઓ સાથે થયેલી બર્બરતાનો જવાબ માંગ્યો.

